કોઈ વસ્તુની ગતિની બાબતમાં તમે શું કહી શકો જેનો ઝડપ-સમયનો આલેખ સમયની એક્ષને સમાંતર રેખા હોય ?
વસ્તુ સમાન (અચળ) ઝડપથી ગતિ કરે છે અને તેનો પ્રવેગ શૂન્ય છે.
એક કૃત્રિમ ઉપગ્રહ $42250\, km$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં પરિક્રમણ કરે છે. જો તે $24 $ કલાકમાં પૃથ્વીનું પરિક્રમણ કરતો હોય તો તેની ઝડપ($m s ^{-1}$ માં) ગણો.
કઈ પરિસ્થિતિમાં વસ્તુના સરેરાશ વેગ અને સરેરાશ ઝડપનાં મૂલ્યો સમાન થાય ?
અબ્દુલ, ગાડી દ્વારા શાળાએ જતી વખતે સરેરાશ ઝડપ $20 \,km\,h^{-1}$ માપે છે. તે જ રસ્તા પર પાછા ફરતી વખતે ટ્રાફિક ઓછો હોવાને કારણે તે $40\, km \,h^{-1}$ સરેરાશ ઝડપ માપે છે. અબ્દુલની સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ($km\,h ^{-1}$ માં) કેટલી હશે ?
વાહનનું ઓડોમીટર શું માપે છે ?
$300\, m$ ના સીધા રસ્તા પર જોસેફ જોગીંગ કરતો કરતો $2$ $min$ $30$ $s$ માં એક છેડા $A$ થી બીજા છેડા $B$ સુધી પહોંચે છે. ત્યાંથી પાછો ફરી $1$ મિનિટમાં $100\, m$ પાછળ રહેલાં બિંદુ $C$ પર પહોંચે છે. જોસેફની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ $A$ છેડાથી $B$ છેડા સુધી કેટલો હશે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.